IIT Gandhinagar Recruitment: IIT ગાંધીનગર તાજેતરમાં વિવિધ પદો માટે નવી ભરતીની જાહેરાત બહાર પડી છે. જે ઉમેદવારો લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલા પદો માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી દ્વારા અનેક વિભાગોમાં નવી નિમણૂક થવાની શક્યતા છે, જેના કારણે અનેક લોકોને રોજગારનો મોકો મળશે.જો તમે પણ આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છો છો, તો લેખને અંત સુધી ધ્યાનપૂર્વક વાંચો જેથી કોઈ મહત્વની માહિતી તમે ના ચૂકી જાઓ.
IIT Gandhinagar Recruitment | IIT ગાંધીનગર ભરતી
| સંસ્થા/વિભાગનું નામ | IIT ગાંધીનગર |
| પોસ્ટનું નામ | અલગ અલગ |
| અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
| અરજી કરવાની તારીખ | 17 નવેમ્બર 2025 |
અગત્યની તારીખો:
IIT ગાંધીનગર દ્વારા આ ભરતીની સત્તાવાર જાહેરાત 29 ઓક્ટોબર 2025 ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર 2025 છે. જો તમે આ સરકારી તકનો લાભ લેવા માંગતા હો, તો સમય ગુમાવ્યા વિના તરત જ તમારી અરજી પ્રક્રિયા શરૂ કરો. વિભાગ દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે અંતિમ તારીખ બાદ મળેલી કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
અરજી ફી
IIT ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી આ ભરતી 2025-26 માટે કોઈપણ ઉમેદવારને અરજી ફી ચૂકવવાની નથી. સામાન્ય (General), OBC, SC, ST, મહિલા, દિવ્યાંગ અને ભૂતપૂર્વ સૈનિક — તમામ કેટેગરી માટે અરજી ફી સંપૂર્ણપણે માફ રાખવામાં આવી છે. એટલે કે, આ ભરતી માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ફી મુક્ત રહેશે. ઉમેદવારોએ ફક્ત જરૂરી દસ્તાવેજો સાથે અરજી નિર્ધારિત સમયમર્યાદામાં જ સબમિટ કરવી ફરજિયાત રહેશે.
પદોના નામ:
IIT ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી ગ્રેજ્યુએટ લેવલ ભરતી 2025-26 અંતર્ગત વિવિધ મહત્વપૂર્ણ પદો માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ ભરતીમાં મુખ્યત્વે સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર, ડેપ્યુટી લાઇબ્રેરિયન, ડેપ્યુટી રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, જુનિયર એન્જિનિયર (સિવિલ/ઇલેક્ટ્રિકલ), જુનિયર સુપરિન્ટેન્ડન્ટ, જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર. આસિસ્ટન્ટ સ્ટાફ નર્સ, જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ, જુનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ જેવા વિવિધ પદો માટે ઉમેદવારોઅરજી કરી શકે છે.
વય મર્યાદા:
IIT ગાંધીનગર માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને ઉચ્ચતમ ઉંમર 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમરનું ગણતર 1 જાન્યુઆરી 2026ના રોજના આધારે કરવામાં આવશે. સરકારશ્રીના નિયમો અનુસાર ઉંમર માં છૂટછાટ આપવામાં આવશે.
પગારધોરણ:
IIT ગાંધીનગર દ્વારા જાહેર થયેલી આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોને 7મા પે કમિશન મુજબ પદ અનુસાર આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે. તમામ પદો માટે સત્તાવાર નિયમો મુજબ ₹21,700 થી ₹2,15,900 પ્રતિ મહિને પગાર નક્કી કરવામાં આવ્યો છે. ઉચ્ચ પદો માટે વધારે પગાર શ્રેણી અને વધારાના ભથ્થાંનો સમાવેશ થાય છે, જ્યારે સહાયક અને ટેકનિકલ પદો માટે નિયત પે લેવલ મુજબનું વેતન ચૂકવવામાં આવશે. અંતિમ પગાર ઉમેદવારની પસંદગી થયેલી પોસ્ટ, અનુભવ અને પે લેવલ અનુસાર નક્કી કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
IIT ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે લખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઉમેદવારોને પદ મુજબ નિર્ધારિત લખિત પરીક્ષા આપવી પડશે, જેમાં તેમના વિષયજ્ઞાન, તર્કશક્તિ, તકનિકી ક્ષમતા અને સામાન્ય જાણકારીનું મૂલ્યાંકન કરવામાં આવશે. લખિત પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર ઉમેદવારોને બીજા તબક્કા એટલે કે વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુ દરમ્યાન ઉમેદવારની વ્યવહાર કુશળતા, કાર્યક્ષમતા, પદ માટેની યોગ્યતા અને પ્રોફેશનલ કૌશલ્યનું મૂલ્યાંકન કરવામાં આવશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ જ અંતિમ પસંદગી કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત:
IIT ગાંધીનગર ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પદ મુજબ ફરકશે. સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર માટે BE/B.Tech ડિગ્રી સાથે 12 વર્ષનો અનુભવ (જેથી 7 વર્ષ Executive Engineer તરીકે) જરૂરી છે. ડેપ્યુટી લાઇબ્રેરિયન માટે Library Science અથવા Information Science માં પોસ્ટ ગ્રેજ્યુએશન અને ઓછામાં ઓછા 55% ગુણ ફરજિયાત છે. ડેપ્યુટી રજિસ્ટ્રાર માટે 55% સાથે પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી સાથે LLB/CA/MBA જેવા 2 વર્ષના ડિગ્રી/ડિપ્લોમા માન્ય ગણાશે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટે પણ 55% સાથે PG ડિગ્રી અથવા સમકક્ષ પ્રોફેશનલ ડિપ્લોમા જરૂરી છે. જુનિયર એન્જિનિયર (Civil/Electrical) માટે 3 વર્ષની ડિપ્લોમા (55% માર્ક્સ) સાથે 3 વર્ષનો અનુભવ અને કમ્પ્યુટર સોફ્ટવેર proficiency જરૂરી છે. જુનિયર સુપરિન્ટેન્ડન્ટ માટે 55% સાથે PG + 3 વર્ષનો અનુભવ અથવા Bachelor’s Degree + 5 વર્ષનો અનુભવ ફરજિયાત છે. જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર માટે માસ્ટર્સ ડિગ્રી + 3 વર્ષ અનુભવ અથવા Bachelor’s Degree + 5 વર્ષનો અનુભવ જરૂરી છે. આસિસ્ટન્ટ સ્ટાફ નર્સ માટે 10+2 પાસ સાથે GNM (3 વર્ષ) અને Nursing Council માં રજીસ્ટ્રેશન ફરજિયાત છે. જુનિયર આસિસ્ટન્ટ માટે Bachelor’s Degree (55%) તેમજ 2 વર્ષનો કમ્પ્યુટર અનુભવ જરૂરી છે, જ્યારે જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ માટે Bachelor’s Degree (55%) ફરજીયાત છે. જુનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ માટે BE/B.Tech (55%) અથવા Diploma (55%) + 2 વર્ષ અનુભવ અથવા B.Sc (55%) + 2 વર્ષ અનુભવ અથવા ITI (55%) + 6 વર્ષ અનુભવને માન્ય ગણાશે.
જગ્યાઓ
IIT ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ આ ભરતી અંતર્ગત કુલ 36 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ તમામ જગ્યાઓ સંસ્થાના વિવિધ વિભાગોમાં ટેક્નિકલ, એડમિનિસ્ટ્રેટિવ તેમજ સપોર્ટ સ્ટાફના પદો માટે છે. જેમાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર, ડેપ્યુટી લાઇબ્રેરિયન, ડેપ્યુટી રજિસ્ટ્રાર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, જુનિયર એન્જિનિયર (સિવિલ/ઇલેક્ટ્રિકલ), જુનિયર સુપરિન્ટેન્ડન્ટ, જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર, આસિસ્ટન્ટ સ્ટાફ નર્સ, જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ અને જુનિયર લેબોરેટરી આસિસ્ટન્ટજેવી વિવિધ મહત્વપૂર્ણ પોસ્ટનો સમાવેશ થાય છે. દરેક પદ માટે જરૂરી લાયકાત, અનુભવ અને જવાબદારીઓ અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવ મુજબ યોગ્ય પદ પસંદ કરીને અરજી કરી શકે છે.
અરજી પ્રક્રિયા:
- ઉમેદવારોએ પ્રથમ IIT ની સત્તાવાર વેબસાઇટ https://iitgn.ac.in/ પર જઈ “https://iitgn.ac.in/careers” વિકલ્પ પસંદ કરવો.
- એકાઉન્ટ બનાવવા માટે નામ, જન્મતારીખ, આધાર નંબર, ઇમેઇલ અને મોબાઇલ નંબર જેવી વિગતો દાખલ કરવી.
- ત્યારબાદ તમારા માટે મુજબ પોસ્ટ પસંદ કરી કરીને “iitgn.ac.in/careers/non-academic-staff” પસંદ કરવું.
- તમારી શૈક્ષણિક વિગતો અને દસ્તાવેજોની સ્કેન નકલો અપલોડ કરવી.
- અંતમાં અરજી ફી ભરવી અને ફોર્મ સબમિટ કર્યા પછી પ્રિન્ટ આઉટ રાખવો જરૂરી છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
| જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
| mahitistation.com પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Nirupama Patel holds an MBA in Marketing and has been creating educational and informational content for the last 5 years. She focuses on government jobs, schemes and helpful guides, using official notifications and trusted sources to ensure accuracy for readers.
📍 Gujarat, India