SBI SO Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 1000+ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ના પદો પર ભરતી જાહેર

SBI SO Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર ના પદો માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ 1000+ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જો તમે બેંકિંગ ક્ષેત્રમાં ઉચ્ચ પદ પર નોકરી કરવા ઇચ્છતા હો તો આ તમારા માટે સોનેરી મોકો છે, તેથી ભરતી તમારા માટે એક ઉત્તમ તક બની શકે છે. આ લેખમાં તમને ભરતી સંબંધિત તમામ મહત્વની માહિતી સરળ ભાષામાં આપવામાં આવી છે જેમ કે પોસ્ટની વિગત, લાયકાત, ઉંમર મર્યાદા, પગાર, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિગતવાર જાણવા મળશે.

SBI SO Recruitment 2026સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી

વિગતમાહિતી
સંસ્થા નું નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામસ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર
કુલ જગ્યાઓ1146
અરજી કરવાની પદ્ધતિઓનલાઈન
અરજી શરૂ તારીખ02 ડિસેમ્બર 2025
અરજી કરવાની અંતિમ તારીખ10 જાન્યુઆરી 2026
અધિકૃત વેબસાઈટsbi.bank.in

પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા

VP Wealth (SRM) પદ માટે કુલ 582 જગ્યાઓ છે. તથા AVP Wealth (RM) પદ માટે કુલ 237 જગ્યાઓ ઉપલબ્ધ છે.
Customer Relationship Executive પદ માટે કુલ 327 જગ્યાઓ રાખવામાં આવી છે.

See also  GSSSB Class-3 Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ડાયેટિશિયન ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે ઉમેદવાર પાસે સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએશન પાસ થયેલ હોવા જરૂરી છે. MBA (બેંકિંગ, ફાઇનાન્સ અથવા માર્કેટિંગ) ધરાવતા ઉમેદવારોને પ્રથમપ્રાથમિકતા આપવામાં આવશે. NISM, CFP અથવા CFA જેવી સર્ટિફિકેશન ધરાવતા ઉમેદવારોને વધારાનો લાભ મળી શકે છે. માત્ર ભારતીય નાગરિકો જ આ ભરતી માટે અરજી કરી શકે છે.

વય મર્યાદા

VP Wealth (SRM) પદ માટે ઉમેદવારની ઉંમર 26 થી 42 વર્ષ વચ્ચે હોવી જોઈએ. AVP Wealth (RM) પદ માટે ઉંમર મર્યાદા 23 થી 35 વર્ષ રાખવામાં આવી છે. Customer Relationship Executive પદ માટે ઉમેદવારની ઉંમર 20 થી 35 વર્ષ હોવી જરૂરી છે. ઉંમરની ગણતરી 01 મે 2025 ના આધાર પર કરવામાં આવશે અને અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ છૂટછાટ મળશે.

પગાર ધોરણ

VP Wealth (SRM) પદ માટે વાર્ષિક CTC ઉપરની મર્યાદા રૂપિયા 44.70 લાખ સુધી રહેશે. AVP Wealth (RM) પદ માટે વાર્ષિક CTC ઉપરની મર્યાદા રૂપિયા 30.20 લાખ સુધી રહેશે. Customer Relationship Executive પદ માટે વાર્ષિક CTC ઉપરની મર્યાદા રૂપિયા 6.20 લાખ સુધી રહેશે. આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત રહેશે અને શરૂઆતમાં 5 વર્ષ માટે નિયુક્તિ આપવામાં આવશે, જે બાદમાં કામગીરી અનુસાર સમયગાળો વધારી શકાય છે.

See also  RRB Recruitment 2025: રેલ્વે ભરતી બોર્ડ દ્વારા 3000+ વિવિધ પદો સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર,પ્રારંભિક પગાર 19,900 થી શરુ

અરજી ફી

જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 750 નક્કી કરવામાં આવી છે. SC, ST અને PwBD ઉમેદવારો માટે અરજી ફી માફ રાખવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી અરજીના આધારે શોર્ટલિસ્ટિંગ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારોને પર્સનલ, ટેલિફોનિક અથવા વિડિયો ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં મેળવેલા ગુણોના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને CTC અંગે ચર્ચા કરવામાં આવશે.

અરજી પ્રક્રિયા

  • SBI ભરતી ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા વિભાગનીની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો તેમજ જો તમારી કેટેગરી અનુસાર અરજી ફીની ચૂકવણી કરવાની થાય છે તો ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરી દો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.
See also  GWSSB Recruitment 2026: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ના પદો પર ભરતી જાહેર

અરજી કરવા માટેની લિંક:

વિગતમાહિતી
જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
mahitistation.com પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs

પ્રશ્ન 2: આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: અરજી કરવાની અંતિમ તારીખ 10 જાન્યુઆરી 2026 છે.

પ્રશ્ન 3: અરજી ફી કેટલી છે?
જવાબ: જનરલ, OBC અને EWS માટે રૂપિયા 750 છે જ્યારે SC, ST અને PwBD માટે ફી નથી.

પ્રશ્ન 4: આ ભરતીમાં પસંદગી કેવી રીતે થશે?
જવાબ: શોર્ટલિસ્ટિંગ બાદ ઇન્ટરવ્યૂ અને CTC નેગોશિએશન દ્વારા પસંદગી થશે.

પ્રશ્ન 5: શું એકથી વધુ પોસ્ટ માટે અરજી કરી શકાય છે?
જવાબ: હા, જો ઉમેદવાર દરેક પદની લાયકાત પૂર્ણ કરતો હોય તો એકથી વધુ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

Disclaimer

આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. ભરતી સંબંધિત અંતિમ અને સચોટ માહિતી માટે ઉમેદવારોને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ અધિકૃત જાહેરાત વાંચવાની સલાહ આપવામાં આવે છે. અહીં આપવામાં આવેલી માહિતીમાં કોઈ ફેરફાર અથવા ભૂલ થવાની શક્યતા હોઈ શકે છે, તેની જવાબદારી લેખક લેતો નથી.

Leave a Comment